વેલેન્ટાઇન ડે નિમિત્તે:


મિત્રો આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે સુંદર અને હૃદય સ્પર્શી રચનાઓ માણતા રહો….

જો સાંભળ..
આજે તને…
એક વાત કહું
હું છું તો આમ ગામડાં ગામનો
દેશી અને જડ માણસ..!
પણ હમણાં હમણાથી,,,
આ હ્રદય શહેરીઓ જેવું ‘પોચટ’ થઇ ગયું છે..
પોચટ એટલે..ડરપોક એવું નહિ..
કોમલ કોમલ વાતો કરતું..
ખૈર જવા દે,,, એ બધું..
ઘુમાવી ઘુમાવી કેહવું શું?
અમથી-અમથી ગોળ વાત કરવી શું?
આમ જુઓ તો પૃથ્વી પણ ગોળ હોય છે…!!
એવી માન્યતા હતી કે એ પેહલા ચોરસ
હતી..!!
પછી સાબિત થયું કે….
ઓહ..
પાછો હું ગોળ-ચોરસમાં અટવાયો..
આડો ફંટાયો..
ટૂંકમાં,,મારી વાત પણ ગોળ છે..!
ના,,ના,, ગોળ ગોળ નહિ..
મને યાદ છે મારે શું કેહવાનું છે..
માથામાં ‘દૂધીનું તેલ’ નાખી નાખીને..
યાદદાસ્ત તરો તાજા રાખી છે..
દાદીમા..કેહતા:
‘દુધીના તેલથી યાદશક્તિ વધે છે’
મને લાગે છે,
આઈનસ્ટાઇન પણ એજ લગાવતો હશે..!
એને પણ એની દાદી એ કહ્યું હશે..
ઓહ..ફરી પાછી
ગાડી અવળે પાટે ચડી..
આઈનસ્ટાઇન ક્યાં ભારતીય હતો?
વિદેશી હતો..
હા, વિદેશી પર થી યાદ આવ્યું..
આપને ત્યાય વિદેશી વાયરાઓ ફૂંકાય છે..!
હમણાં હમણાં તાવ ના વાયરા પણ છે..
પણ એ વાત પછી..
હાલ..તો વસંત ચાલી રહી છે..ને?
તો ‘હેપ્પી વેલેન્ટાઇન ડે’..
આ વેલેન્ટાઇન નાં ઈતિહાસની મને કોઈ ગતાગમ
નથી..
અને હોય તોય શું ફેર પડે છે?
મને તો તને જોઈ ફેર પડે છે..!
માત્ર તું હવે મારી દવા દારુ છો..
શ્વાસ લેવાને એકમાત્ર હવા બારું છો..!
વાત આમ તો ઘણી લાંબી છે..
પણ હજી સુધી મેં ક્યાં તને ‘આંબી’ છે?
લે વાત સહેજ ટૂંકી કરું છું..
એક વાત કહું?
શબ્દોથી થોડું વ્યક્ત કરવા દે..
હૈયા થી હૈયું માપવા દે..
શી ખબર લાગણી છે..
ક્યારે વિસ્તરીને અમાપ થઇ જાય..
ને સંકોચાઈને ગૂંચળું વળેલો સાપ થઇ જાય..
બસ બોલવું છે બોલવા દે..
અંતરપટ ખોલવા દે..
વિસ્તરવું અને સંકોચાવું
એ બંને પરિસ્થિતિમાં
જીવવું મારે માટે દુષ્કર છે..
સાચેજ…
એટલે આજે મન થાય છે..
એક વાત કહું?
“”હું તને પ્રેમ કરું છું””
આ પ્રેમ પરથી યાદ આવ્યું…
વેલેન્ટાઇન ને કોઈએ પ્રપોઝ કર્યું હશે કે નહિ?
દુધી નું તેલ આઈનસ્ટાઇન નાખતો હશે કે નહિ?
અને પૃથ્વી ગોળ હોય કે ચોરસ એની સાથે..
મને શું લાગે વળગે?
મારે એ સાબિત કરવાની ક્યાં જરૂર છે?
એ બધા તો મારા ‘પ્રેમ નિવેદન પ્રમેય’ ના
સાધ્ય હતા…
સખી બોલ સાબિતી તો તને આપી ને?
કે હું…
હું તને પ્રેમ કરું છું..!!!!

 

 

– Vijaybhai Makvana

Advertisements

જય જય ગરવી ગુજરાત…!!!


એક વખત ભગવાને સ્વર્ગ માં એક નાના બાળક ને જે ઘરતી પર જન્મ લેવાની તૈયારી માં હતો એને કહ્યુ કે હુ તને દુનીયા માં સ્વર્ગ સમાન દેશ ભારત માં જન્મ આપી રહ્યો છુ તને આનો આંનદ છે
છોકરો : ઓ પ્રભુ હુ તો ભારત માં જન્મ લઈ ને ઘન્ય ઘન્ય થઈ જઈસ
પન ભગવાન મારી એક વીનંતી છે તમને…….?
ભગવાન – કેવી વીનંતી છે….
બાળક – ભગવાન તમે મને ભારત ના સ્વર્ગ ગુજરાત માં જન્મ આપો એવી મારી વીનંતી છે…
ભગવાન -ગુજરાત માંજ કેમ એવુ તો શુ છે ગુજરાત માં?
બાળક –
ભગવાન ગુજરાત માં
સુખ
શાંતી
સમ્રુધી
સદભાવના
પ્રેમ
વિકાસ
ભાઇચારો
વગેરે…વગેરે……
અને સૌથી મહત્વ ની વાત એ કે
ગુજરાત માં નરેન્દ્રભાઇ મોદી છે

jokes


બે ૩૫ માર્ક લાવવા વાળા દોસ્તો સાથે વાંચવા બેઠા હોય છે
એક દોસ્ત :ઓય કેટલા વાગ્યા છે મારી પાસે ઘડીયાલ નથી….
બિજો દોસ્ત : એક પથ્થર લઈ ને સામે વાળા ના ઘરે બારી ના કાંચ પર મારે છે.
.
.
.
સામે થી એક બાઇ બહાર આવી ને
.
.
.
અરે નાલાયકો રાત ના ૩ વાગ્યા છે
હવે તો  હખણા મરો …….
શાંતી થી સુઇ જાવ અને સુવા દો બિજા ને..

સુવાક્ય


કોઈના મન ને દુઃખી કરીને માફી માંગવી સહેલી છે,
પણ દુઃખી વ્યક્તિ એ હસતા મોઢે માફી આપવી અઘરી છે…

પરિવાર એટલે શું?


બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય,
સુચન ના હોય પણ સમજણ હોય,
કાયદો ના હોય પણ અનુશાસન હોય,
ભય ના હોય પણ ભરોસો  હોય,
શોષણ ના હોય પણ પોષણ હોય,
આગ્રહ ના હોય પણ આદર હોય,
સંપર્ક ના હોય પણ સંબંધ હોય,
અર્પણ ના હોય પણ સમર્પણ હોય,
એજ સાચો પરિવાર

સુવિચાર…


કોઈ એ મહાશય ને પૂછ્યું:
તમે તો મોટા છો
તો પછી નીચે શા માટે બેઠા છો?

મહાશય એ ખુબજ જવાબ આપ્યો :
“नीचे बेठने वाला कभी गिरता नहीं…”

રક્તદાન :


અમારા પરિવારે આયોજન કર્યું,
આપના સહકારે પુનિત કાર્ય પૂર્ણ કર્યું,
રક્તદાન એ જ મહાદાન સાકાર કર્યું,
માનવતા મહેકાવતા દરેક કાર્યમાં
તમારો સાથ હશે એવો અણસાર મળ્યો…!!!
આભાર

– Kety Shah

%d bloggers like this: