રણ મૈદાનમા ઘણાને…….


રણ મૈદાનમા ઘણાને ઘણુ બધુખોવુ પડતુ હોય છે,
પથ્થર સાથે ભટકાવવા પથ્થરબનવુ પડતુ હોય છે,

ખુશી ઉદાસીથી અલગ રહીને મેળવી નથી સકાતી,
હર હમેંશ હસવાવાળાઓ ને પણરડવુ પડતુ હોય છે,

હજી સુધી ઉંઘથી પુરે પુરોસબંધ છે જે નથી તુટ્યો,
કારણ આંખોને સુ- સ્વપ્ન સેવવા ઉંઘવુ પડતુ હોય છે,

જે લોકોથી એવુ લાગે છે કેસુરક્ષીત છુ હવે તો હું,
હરદમ એ જ લોકોથી મુજનેદર્દ સહેવુ પડતુ હોય છે,

યાદોના બગીચાઓ મહેકી ઊઠેછે ફુલોથી ‘નીશીત’,
સમયંતરે મહેકતા ફુલોને પણતો મરવુ પડતુ હોય છે.

– નીશીત જોશી

Advertisements

ન આવ્યા કે ન બોલાવ્યા અમને


ન આવ્યા કે ન બોલાવ્યા અમને,
પ્રેમમાં પડી હલબલાવ્યા અમને,

વરસાદમા પલળવુ લાજમી હતુ,
અશ્રુના દરિયામાં ડુબાળ્યા અમને,

વિજળીના કડાકાએ ન હતા ડર્યા,
ઝાંઝરના ઝંણકારે ડરાવ્યા અમને,

કાંટા લાગ્યા પથે પગ રંગ્યા રુધીરે,
રક્તરંજીત પગલા પડાવ્યા અમને,

પરેમ રમતના પારંગત હતા ઘણા,
જીતેલી દર બાજીએ હરાવ્યા અમને,

કહેલુ રુબરૂ નહી તો સપને આવજો,
સપનાની વાટે રાત જગાડ્યા અમને,

વાંક તેમા કદાચ મુજનો હોય નીશીત,
જુગનુની માફક તો ચમકાવ્યા અમને!!!!

– નીશીત જોશી

સફર


સફર છે લાંબી એ પાર કરવી પડશે,
આવે તોફાની રાત પાર કરવી પડશે,
રાહ તો બનેલી હોય જ છે પથ્થરોથી,
પથ્થરોને મુકી બાજુ પાર કરવી પડશે,
ડરામણી રાતના સપના પણ ડરામણા,
હિમ્મતે વિતાવી રાત પાર કરવી પડશે,
નાસીપાસથનારનુ જીવન છે નાસીપાસ,
આત્મવિશ્વાસે જીન્દગી પાર કરવી પડશે,
નાવ પણ ડગમગે દરિયાયી તોફાનોમાં,
તોફાનોની વચ્ચે હાંકી પાર કરવી પડશે,
તડકો છાયો જીવનસીક્કાના બન્ને પાસા,
બન્નેનેભોગવી નીશીત પાર કરવી પડશે.
– નીશીત જોશી
%d bloggers like this: