My Sketch


Advertisements

Mahendi


દિલ કહે છે


દિલ કહે છે મારું હું કોઈ વાત લખું

તારા મન ની વાત લખું,
કે મારા મન ની વાત લખું.

રડાવી દે તેવી લખું,
કે હસાવી દે તેવી લખું.

તારી ઊંઘ ઉડાવી દે તેવી લખું,
કે તને ઊંઘ લાવી દે તેવી લખું.

સમજાય તે વી વાત લખું,
કે વ્યાકુળ બનાવી દે તે વી વાત લખું.

તારા ને મારા પ્રેમ ની વાત લખું,
કે આપની વિરહ ની વાત લખું.

દિલ કહે છે મારું હું કોઈ વાત લખું…

– કોરલ શાહ

માંગું શું તમારી પાસે


માંગું શું તમારી પાસે

જોઈએ છે એટલું બધું ને કે
હે પ્રભુ શરૂઆત કરું ક્યાંથી

મન ને મનાવતા શીખવાડ
ને
દર્દ ને સહન કરતા શીખવાડ

બીજા ના દુઃખો માં દુઃખી
ને
બીજા ની ખુશી માં ખુશ થતા શીખવાડ

સંબધો ને નિભાવતા શીખવાડ
ને
પ્રેમ થી બે શબ્દ બોલતા શીખવાડ

શું શું માંગું પ્રભુ તારી પાસ…

– કોરલ શાહ

સમય


સમયનાં વહાણો ક્યાં વહી જાય છે
કરવાના કામ રહી જાય છે ને ઝીંદગી વહી જાય છે
બંદ આંખો એ જોયેલ સપના આંખ ખુલતા જ બદલાઈ જાય છે
અમે તો હસતાં હસતાં જીદંગી ને માણીએ છીએ.
કાલ ની ચિતાં શું કામ કરીએ અમે તો આજ ને જીવી જવાના..
તોફાનો થી ડરતા નથી ,આવ્યા જો દુઃખ તો હસી ને પી જવાના

આમ જ અમે તો ઝીંદગી ની મજા માણવાના…

– કોરલ શાહ

%d bloggers like this: