વેલેન્ટાઇન ડે નિમિત્તે:


મિત્રો આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે સુંદર અને હૃદય સ્પર્શી રચનાઓ માણતા રહો….

જો સાંભળ..
આજે તને…
એક વાત કહું
હું છું તો આમ ગામડાં ગામનો
દેશી અને જડ માણસ..!
પણ હમણાં હમણાથી,,,
આ હ્રદય શહેરીઓ જેવું ‘પોચટ’ થઇ ગયું છે..
પોચટ એટલે..ડરપોક એવું નહિ..
કોમલ કોમલ વાતો કરતું..
ખૈર જવા દે,,, એ બધું..
ઘુમાવી ઘુમાવી કેહવું શું?
અમથી-અમથી ગોળ વાત કરવી શું?
આમ જુઓ તો પૃથ્વી પણ ગોળ હોય છે…!!
એવી માન્યતા હતી કે એ પેહલા ચોરસ
હતી..!!
પછી સાબિત થયું કે….
ઓહ..
પાછો હું ગોળ-ચોરસમાં અટવાયો..
આડો ફંટાયો..
ટૂંકમાં,,મારી વાત પણ ગોળ છે..!
ના,,ના,, ગોળ ગોળ નહિ..
મને યાદ છે મારે શું કેહવાનું છે..
માથામાં ‘દૂધીનું તેલ’ નાખી નાખીને..
યાદદાસ્ત તરો તાજા રાખી છે..
દાદીમા..કેહતા:
‘દુધીના તેલથી યાદશક્તિ વધે છે’
મને લાગે છે,
આઈનસ્ટાઇન પણ એજ લગાવતો હશે..!
એને પણ એની દાદી એ કહ્યું હશે..
ઓહ..ફરી પાછી
ગાડી અવળે પાટે ચડી..
આઈનસ્ટાઇન ક્યાં ભારતીય હતો?
વિદેશી હતો..
હા, વિદેશી પર થી યાદ આવ્યું..
આપને ત્યાય વિદેશી વાયરાઓ ફૂંકાય છે..!
હમણાં હમણાં તાવ ના વાયરા પણ છે..
પણ એ વાત પછી..
હાલ..તો વસંત ચાલી રહી છે..ને?
તો ‘હેપ્પી વેલેન્ટાઇન ડે’..
આ વેલેન્ટાઇન નાં ઈતિહાસની મને કોઈ ગતાગમ
નથી..
અને હોય તોય શું ફેર પડે છે?
મને તો તને જોઈ ફેર પડે છે..!
માત્ર તું હવે મારી દવા દારુ છો..
શ્વાસ લેવાને એકમાત્ર હવા બારું છો..!
વાત આમ તો ઘણી લાંબી છે..
પણ હજી સુધી મેં ક્યાં તને ‘આંબી’ છે?
લે વાત સહેજ ટૂંકી કરું છું..
એક વાત કહું?
શબ્દોથી થોડું વ્યક્ત કરવા દે..
હૈયા થી હૈયું માપવા દે..
શી ખબર લાગણી છે..
ક્યારે વિસ્તરીને અમાપ થઇ જાય..
ને સંકોચાઈને ગૂંચળું વળેલો સાપ થઇ જાય..
બસ બોલવું છે બોલવા દે..
અંતરપટ ખોલવા દે..
વિસ્તરવું અને સંકોચાવું
એ બંને પરિસ્થિતિમાં
જીવવું મારે માટે દુષ્કર છે..
સાચેજ…
એટલે આજે મન થાય છે..
એક વાત કહું?
“”હું તને પ્રેમ કરું છું””
આ પ્રેમ પરથી યાદ આવ્યું…
વેલેન્ટાઇન ને કોઈએ પ્રપોઝ કર્યું હશે કે નહિ?
દુધી નું તેલ આઈનસ્ટાઇન નાખતો હશે કે નહિ?
અને પૃથ્વી ગોળ હોય કે ચોરસ એની સાથે..
મને શું લાગે વળગે?
મારે એ સાબિત કરવાની ક્યાં જરૂર છે?
એ બધા તો મારા ‘પ્રેમ નિવેદન પ્રમેય’ ના
સાધ્ય હતા…
સખી બોલ સાબિતી તો તને આપી ને?
કે હું…
હું તને પ્રેમ કરું છું..!!!!

 

 

– Vijaybhai Makvana

Advertisements

6 Responses

  1. superbbbbbbbbbbbbb

  2. aa to mara motabhai Vijaybhai ni rachana chhe….

  3. this is from VIJAY MAKVANA “aadat”
    surendranagar

  4. આ અછાંદસ લખનાર કવિ નું નામ છે વિજય મકવાણા જેમનું તખલ્લુસ નામ “આદત” છે… સો કોરલ જી મહેરબાની કરીને તમે કોઈ પણ પોસ્ટ મુકો તો કવિ નું નામ ચોક્કસ થી મુકો ના ખબર હોય તો અજ્ઞાત લખી શકો છો.આભાર

  5. khub j sunder rachna che…..vijay bhai ni darek kruti manava layak hoy che…”vijay makawana-‘aadat’…………aa kaavya na kavit shree…..koral ben aa vaat ni nonth lesho plz…..

  6. વિજયભાઈ મકવાણા “આદત” ને રચના માટે અભિનંદન…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: