શા માટે એક સૈનિક શહીદ થવામાં ગર્વ અનુભવે છે ?
શા માટે મિત્ર સાથે ઝગડો થવા છતાં આપણે તેની મદદ માટે દોડીએ છીએ ?
શા માટે આપણને જેના માટે લાગણી છે,તેઓ આપણું દિલ દુભાવે છે છતાં આપણે આનંદ અનુભવીએ છીએ ?
શા માટે આપણે જેને પ્રેમ કરીએ છીએ તેઓ આપણને નફરત કરતા હોવા છતાં આપણે તેમને કદી નફરત નથી કરતા ?
કારણકે
જીવનમાં કેટલીક હાર જીત કરતા વધારે મહત્વપૂર્ણ હોય છે,
જિંદગી આ સમજવા માટે ખુબ જ નાની છે,માટે જિંદગીને અનુભવો,જિંદગીને પ્રેમ કરો અને જિંદગીને માણો.

કોઈના આપની સાથેના સંબંધનો મતલબ એ નથી કે જયારે આપણી પાસે કોઈ વિકલ્પ ના હોય ત્યારે તેમની આસપાસ ફર્યા કરવું,પરંતુ એનો મતલબ એ છે કે આપણી પાસે અનેક વિકલ્પો હોવા છતાં તે સંબંધને જાળવી રાખવો.

કોઈના માટે કઈક બલિદાન આપવું એ મુશ્કેલ નથી,પરંતુ મુશ્કેલ તો એ છે કે એવી વ્યક્તિનું આપણી પાસે હોવું જે હકીકતમાં આપણા બલિદાનને લાયક  છે,

હું કોઈ એવી પેન્સિલ નથી કે જેનાથી કોઈનું સુખ લખી શકાય,પરંતુ હું એવું રબર જરૂર છું કે જેનાથી કોઈનું દુ;ખ ભૂંસી શકાય.

એવું બની શકે જેને તમે હંમેશા નફરત કરો છો તે એવી કમનસીબ વ્યક્તિ હોય જે તમારા માટે ખુબ જ લાગણી રાખતી હોવા છતાં તેને પ્રદર્શિત ના કરતી હોય.

કોઈની ભૂલ બદલ તેનો તિરસ્કાર ના કરવો,પરંતુ ધીરજ રાખવી અને સમજવું કે આ દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ નથી,આપણેપણ નહિ.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: