માનવતાની વ્યાખ્યામાં આવ્યો મોડર્ન ટચ
બીજાને સુધારવા જતા પોતાનામાં જ આવ્યો ખર્ચ
ફોર્માલીટીની ફોર્મેટમાં ડગલે ને પગલે ફસાયો
સ્વછંદતાને સ્વતંત્રતા માની મનમાં ને મનમાં હરખાયો
લાગણીઓને માર્યા લોક ને બેશરમીનો વધાર્યો સ્ટોક
ઉછીના વિચારો લઇને એ તો મારે છે મોટો રોફ
સ્વમાનનું કાઢ્યું સેલ અને દંભના વગાડ્યા ડંકા
વિશ્વાસમાં ઉમેરી વહેમ મજબુત કરી શંકા
સ્વાર્થનું મેળવી સર્ટીફીકેટ દલીલોની લીધી ડીગ્રી
જૂઠને સાચું સાબિત કરવા સત્યની જ પકડી ગળચી
દુનિયાની ભાગ દોડમાં ઊંધું ઘાલીને દોડ્યો
હેપ્પીનેસના હવાતિયા મારે ને બીજાનું જોઈ બળ્યો
માનવતાની વ્યાખ્યામાં આવ્યો મોડર્ન ટચ
બીજાને સુધારવા જતા પોતાનામાં જ આવ્યો ખર્ચ
– કુણાલ પુજારા
Advertisements
Filed under: અજ્ઞાત |
Really You are nice gujarati blog writer………….
hackingarticles4all.blogspot.com
wah wah wah superrrrrrr