એક વાર માણસે કોયલને પૂછયું કે
કોયલ તારામાં કાળાશ ન હોત તો
તું કેટલી સારી હોત?
…એક વાર માણસે સાગરને પૂછયું કે
……સાગર તારામાં ખારાશ ન હોત તો
તું કેટલો સારો હોત?
વળી, એક વાર તેણે ગુલાબને પૂછયું કે
ગુલાબ તારામા કંટંક ન હોત તો
તું કેટલું સારું હોત?
આ સાંભળી કોયલ, સાગર અને ગુલાબ
ત્રણેય એક સાથે બોલી ઉઠયા………..
હે માનવ!!! તારામા બીજાના દોષ જોવાની
કુટેવ ના હોત તો તું કેટલો સારો હોત?….
–અંકિત પાયલોટ
Advertisements
Filed under: અજ્ઞાત |
વાહ શું મઝાની વાત કહી છે ગુલાબ,કોયલ અને દરિયાએ.
ખુબ સરસ.
ખરી વાત છે